Logo
Patel Bording

ઈતિહાસ

સન 1930 માં પટેલ સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ તથા કેળવણી મેળવી શકે તે માટે સમાજના આગેવાનો દ્વારા ભાવનગર મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજી ને રજૂઆત કરવામાં આવેલ. તા. 28/06/1930 ના રોજ મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ના જન્મદિન નિમિત્તે મહારાજા સાહેબે પટેલ સમાજના વિદ્યાર્થીઓ, જે ગામડામાંથી ભાવનગર ભણવા માટે આવતા તેના માટે અલ્કા ટોકીઝ પાસે જમીન અને બાંધકામ માટે સહાયની જાહેરાત કરેલ. જે હોસ્ટેલ “ વિદ્યાર્થી આશ્રમ “ તરીકે જાણીતી થઈ અને સન 1930 થી 2000 સુધી કાર્યરત રહી. જેમાં વિદ્યાર્થી સારી રીતે રહી શકે તે માટે શ્રી ગોહિલવાડ લેઉવા પટેલ કેળવણી મંડળની સ્થાપના કરવામાં આવી. 1963 માં આ ટ્રસ્ટ દ્વારા મહિલા કોલેજ પાસે જગ્યા રાખીને ગામડેથી ભણવા આવતી દીકરીઓ માટે કન્યા છાત્રાલયની શરૂઆત કરવામાં આવેલ.

ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં વાઘાવાડી રોડ પરની ટ્રસ્ટની જમીન પર જી.એમ.વાનાણી “નીરૂ” પટેલ બોર્ડિંગની સ્થાપના કરવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓને રહેવા-જમવાની અદ્યતન સુવિધા આપવામાં આવે છે. જેનું ઉદ્દઘાટન 2004 માં ગુજરાત રાજ્યના માજી.મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ. હાલ સુધીમાં શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળ ભાવનગર દ્વારા સ્થાપવામાં આવેલી વિવિધ હોસ્ટેલોમાં આશરે 10500 જેટલા વિદ્યાર્થીઓએ રહીને ભાવનગરની વિવિધ શાળાઓ – કોલેજોમાં અભ્યાસ કરેલ છે.